નાના બાળકોમાં ઘણીવાર રાત્રે પગના દુખાવાની સમસ્યા જોવા મળે છે, જેને ‘ગ્રોઇંગ પેઇન’ કહેવામાં આવે છે. આ દુખાવાને કારણે બાળકોની ઊંઘમાં ખલેલ પડે છે. આજે હું તમારી સાથે મારા દાદાજીના સમયનો એક ખૂબ જ જૂનો અને અસરકારક નુસખો શેર કરી રહી છું, જે માત્ર બે વસ્તુઓથી તૈયાર થાય છે અને બાળકોને ઝડપી રાહત આપે છે.
સામગ્રી
બનાવવાની રીત
- સૌ પ્રથમ રાઈના દાણાને પીસીને એકદમ બારીક પાવડર બનાવી લો. તમે મિક્સર અથવા ખલ-દસ્તાનો ઉપયોગ કરી શકો છો.
- એક વાટકીમાં થોડું પાણી લઈ તેને હળવું ગરમ કરો. પાણી બહુ ઉકાળવું નહીં, ફક્ત નવશેકું રાખવું.
- હવે આ ગરમ પાણીમાં રાઈનો પાવડર ઉમેરો અને એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.
- આ ગરમ પેસ્ટને બાળકના પગના દુખાવા વાળા ભાગ પર હળવેથી લગાવો.
- પેસ્ટ લગાવ્યા પછી તરત જ પગને સુતરાઉ કાપડથી લપેટો જેથી ગરમી અંદર જળવાઈ રહે.
- બાળકને 5 થી 10 મિનિટ સુધી સીધા સુવડાવો અથવા બેસાડો.
- ત્યારબાદ ગરમ પાણીમાં ડુબાડેલા કાપડથી પગને સાફ કરી લો.
આ ઉપાય માત્ર બાળકો માટે જ નહીં, પણ પુખ્ત વયના લોકોના સાંધાના દુખાવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ કુદરતી ઉપાય અપનાવો અને તમારા બાળકને આરામદાયક ઊંઘ આપો.